રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે.ત્યારે વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ આદરી દેવામા આવી છે.જે ને પગલે ભાજપ જન આશીર્વાદના માધ્યમથી પ્રજા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. તેવામાં મોરબી ખાતે આગામી તા. 3 ને રવિવારે નવનિયુક્ત મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં જન આશીર્વાદ યાત્રા યોજાશે.
જે નિમિત્તે રવિવારે સવારે 8: 30 કલાકે ચરાડવા ખાતે મહાકાળી મંદિરે દર્શન અને સ્વાગત કાર્યક્રમ યોજાશે જેના સ્પોટ ઇન્ચાર્જ વાસુદેવ સીણોજિયા તથા પ્રવિણ ભાઈ સોનાગ્રા છે. વધુમા 9 વાગ્યે નીચી માંડલ ગામે સ્વાગત પોઇન્ટ જેના સ્પોટ ઇન્ચાર્જ ધનજીભાઈ દંતાલિયા અને જસમતમાઈ કુંડારીયા છે. વધુમાં 9:30 કલાકે મહેન્દ્ર નગર ચોકડી ખાતે સ્વાગત પોઇન્ટમાં જીજ્ઞેશભાઈ કૈલા, અને જયંતિભાઈ શેરશિયા સ્પોટ ઇન્ચાર્જ છે. 10 વાગ્યે બેલા ખાતે યાત્રાનું સ્વાગત કરશે જયંતિ ભાઈ ચાપાણી સ્પોટ ઇન્ચાર્જ છે. સાવરે 10: 45 કલાકે અણિયારી ચોકડી ખાતે સ્વાગત પોઇન્ટના ઇન્ચાર્જ કેતનભાઈ વિડજા, રવજીભાઈ કારોરિયા છે.12 વાગ્યે માળીયામાં સ્વાગત ઇન્ચાર્જ જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ છે.
વધુમાં 12:30 સરવડ ગામે યાત્રાનું સ્વાગત કરશે જેના સ્પોટ ઇન્ચાર્જ મણીભાઈ સરડવા અને કિશોરભાઈ ચીખલીયા છે. ત્યાર બાદ ભોજન યોજાશે અને 2: 30 વાગ્યે મોટા ભેલા ગામે સ્વાગત કાનાભાઈ લોખીલ અને સંજયભાઈ સરડવા ઇન્ચાર્જ છે.ચમનપર સ્વાગતમાં પ્રગ્નેશભાઈ ગોઠી સ્પોટ ઇન્ચાર્જ છે.અને વવાણીયા રામબાઈ મંદિરે જયુભા જાડેજા અને અશ્વિનસિંહ સિંહ પરમાર ઇનચાર્જ છે.3:30 વાગ્યે મોટા દહિસરા ખાતે જેસંગભાઈ હુંબલ, રમેશભાઈ રાઠોડ ઇન્ચાર્જ છે. આ ઉપરાંત કબીર આશ્રમ નાની વાવડી ખાતે દર્શન અને સ્વાગતમાં જયંતીભાઈ પડસુંબીયા તથા પરેશભાઈ રૂપાલા ઇન્ચાર્જ છે. ત્યારબાદ 5 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આશીર્વાદ યાત્રા મોરબીના જુદા જુદા સ્થળોએ ફરશે અને મંદિરોમાં દર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જીલ્લાના યાત્રાના ઈન્ચાર્જ રણછોડભાઈ દલવાડી તથા જયુભા જાડેજા છે.
આમ આ યાત્રા મોરબી જિલ્લામાં પરિભ્રમણ કરશે અને આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સ્વાગત, સામાજિક સંમેલન યોજવામાં આવશે.