મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા હતા. તેમજ 18 સ્થળોએ મટકી ફોડના આયોજનો કરાયા હતા. તેમજ હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા.
મોરબીમાં આજે જન્માષ્ટમીના પર્વે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી શહેરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના દિવસે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હિંદુ સંગઠનો દ્વારા જડેશ્વર મંદિરથી રામ મહેલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે. જેમાં ધાર્મિક સંગઠનોના ફ્લોટ્સ પણ જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. તેમજ શહેરમાં અલગ-અલગ 18થી વધુ સ્થળોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયા હતા. શ્રી કૃષ્ણ જન્મોત્સવની આ શોભાયાત્રાની શરૂઆત જડેશ્વર મંદિરથી થઈ હતી. ત્યાંથી સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી.