Friday, January 10, 2025
HomeGujaratટંકારામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે:સવારે વિશાળ શોભાયાત્રા નીકળશે રાત્રે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે...

ટંકારામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે:સવારે વિશાળ શોભાયાત્રા નીકળશે રાત્રે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કાન જન્મોત્સવ ઉજવાશે

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ એટલે જન્માષ્ટમી મહોત્સવ નજીક આવતા નંદ ઘેર આનંદ ભયો.. અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી..ના નાદ ટંકારા શહેર ગોકુળિયું ગામ બની જશે. તમામ લોકો ટંકારાને ગોકુળધામ બનાવી ભગવાન શ્રી કૃષ્ણ મય બની જશે. જન્માષ્ટમી નીમિતે ઠેરઠેર રથયાત્રા અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. અવતરણ દિવસને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મચ્છુ માં મિત્ર મંડળ તથા સમસ્ત હિન્દુ સમાજ ટંકારા દ્વારા શહેરના રાજમાર્ગો પર નંદ ધેર આનંદ ભયોના ગગનભેદી નારા સાથે આગામી તારીખ 26 ઓગસ્ટે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટય દિનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે. શહેરના રાજમાર્ગો શુશોભન કરાયા છે તથા યુવાચોક અને દેરીનાકા ખાતે આકર્ષક પ્લોટ માટે યુવાનો દ્વારા જહેમત ઉઠાવી રહા છે. જન્માષ્ટમીને સવારે શહેરના દેરીનાકા ખાતે સવારે 9 વાગ્યે શોભાયાત્રા નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી બપોર ટાકણે દેરીનાકા ખાતે પુર્ણ થશે. આ ઉત્સવમાં સમસ્ત હિન્દુ ધર્મ પ્રેમી જનતા સહ કુટુંબ જોડાવવા યાદીમાં જણાવાયું છે. તદ્ઉપરાંત ટંકારા જગ વિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે રાત્રે 12 ના ટકોરે નટખટ કાનનો અવતરણ દિવસ મહા આરતી પલના દર્શન બધાઈ કિર્તન યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!