Monday, May 20, 2024
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીના મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જન્માષ્ટમીના મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી

શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના લોકમેળાએ આઠમ અને નોમના દિવસે ભારે રંગત જમાવી

- Advertisement -
- Advertisement -

જન્માષ્ટમીના તહેવારોમાં હજારો લોકોએ મેળાઓની મન ભરીને મોજ માણી

મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાની આઠમ અને નોમના દિવસે ખરી રંગત જામી હતી અને શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં એમ જગ્યાએ યોજાયેલા ક્રિષ્ના લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડી હતી.જન્માષ્ટમીના તહેવારોમાં હજારો લોકોએ મેળાઓની મન ભરીને મોજ માણી હતી. જન્માષ્ટમીના દિવસે તો મેળામાં પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ જામી હતી અને તમામ મેળાઓમા જન્માષ્ટમીએ હજારો લોકોની આનંદ કિલ્લોલની નિર્દોષ ચિચિયારીઓથી વાતાવરણ એકદમ હર્ષોલ્લાસમય બની ગયું હતું.

 

મોરબીમાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે લોકમેળાનું આયોજન ન થતા યંગ ઇન્ડિયા ગ્રુપ વ્હારે આવીને આ વખતે શહેરમાં અને નજીકના વિસ્તારમાં જન્માષ્ટમીના બે લોકમેળા યોજાયા છે. જાણીતા સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે જન્માષ્ટમીના બે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વર્ગ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી હતી. સામાકાંઠા અને મોરબી શહેરના લોકોને અગવડતા ન પડે તે માટે મોરબીના શનાળા બાયપાસ પાસે અને સામાકાંઠા માટે સોઓરડી નજીક પરશુરામ પોટરીના ગાઉન્ડમાં ક્રિષ્ના લોકમેળા યોજાયા છે. આ યંગ ઇન્ડિયા ગ્રુપના બન્ને મેળામાં ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ, ખાણીપીણી અને જાતભાતના રમકડાના સ્ટોલ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા અને ખાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્રિષ્ના લોકમેળામાં મોકળું વાતાવરણ અને સુરક્ષા વધુ હોવાથી આ બન્ને મેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે તો મેળામાં ચિક્કાર મેદની ઉમટી પડી હતી અને આજે નોમના દિવસે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને મેળાની મનભરીને મોજ માણી હતી. જો કે પોલીસ દ્વારા પણ તમામ મેળાઓમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખી હતી. જ્યારે આ મેળાઓ દસમ કરતા પણ વધુ સમય સુધી ચાલવાના હોવાથી લોકોમાં હજુ પણ મેળા માણવાનો જબરદસ્ત ઉમંગ જોવા મળે છે. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ બન્ને લોકમેળાનો લોકો હજુ પણ આનંદ માણવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!