શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે, ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.
માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણના પ્રવેશ માટે ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ છે, સમય ઓછો હોવાના લીધે બધા જ વાલીઓ પોતાના બાળકોના ફોર્મ જલ્દીથી ભરવું જરૂરી છે. ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી તથા વધુ વિગતો માટે https://navodaya.gov.in વેબસાઈટની મુલાકાત કરવા જવાહર નવોદય વિદ્યાલય મોરબીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.