સાંસદ વિનોદ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને કોરોના કેર સેન્ટર કાર્યરત કરવામાં આવશે
કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા તથા મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની આગેવાનીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા બેલા(રં.) ખાતે પટેલ સમાજની વાડીમાં કોરોના કેર સેન્ટર આવતીકાલ તા. ૧૬ એપ્રિલથી કાર્યરત કરવામાં આવશે. જેમાં ૨૪ કલાક ડોક્ટર, નર્સિંગ અને સ્વીપર સ્ટાફની હાજરી તથા એમ્બ્યુલન્સ સુવીધા ઉપલબ્ધ રહેશે. જરૂરી દવા તથા લેબોરેટરીની નિ:શુલ્ક સુવિધા આપવામાં આવશે. આ કોરોના કેર સેન્ટરનો લાભ કોઈપણ સમાજનાં જરૂરીયાતમંદ દર્દીઓ લઈ શકશે. આ સેન્ટરમાં પૌષ્ટીક ભોજન, સવાર-સાંજ ચા-નાસ્તો, તથા જ્યુસની નિ:શુલ્ક વ્યવસ્થા રહેશે. સેન્ટરમાં દાખલ થતા દર્દીઓએ પોતાનું આધાર કાર્ડ, દર્દીને મુકવા આવનારનું આધારકાર્ડ, કોરોના પોઝિટિવ રિપોર્ટ તથા સિટીસ્કેન રિપોર્ટ, કોવિડ પ્રોફાઇલ રિપોર્ટ, અગાઉ જે ડૉક્ટર ને બતાવેલ હોય તેનાં કાગળો, જરૂરી કપડા તથા ટુવાલ, કાયમી લેતા હોય તે દવાઓ, ઓઢવા માટે ચાદર તથા ઓછાળ સાથે લાવવા યાદીમાં જણાવાયું છે.