નવરાત્રી નજીક આવતાની સાથે જ કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાનામઢ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ દર્શનાર્થે જતા હોય છે. દર વર્ષની જેમ મોરબીના જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ દ્વારા ફરી એકવાર તા.10/09/2025 થી કામધેનુ પાર્ટી પ્લોટ કંડલા બાયપાસ રોડ ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહેશે. જે ભાવિભક્તો માટે સંપૂર્ણ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે તથા અલ્પાહાર, ચા-પાણી, સ્નાન વ્યવસ્થા, આધુનિક મસાજ કસરત સાધનો તથા રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સર્વે ભાવિભક્તોને આ કેમ્પનો લાભ લેવા જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ તમામ માતા ના મઢ જતા પદયાત્રીકો મદદ માટે 7043306056 તથા 8780240066 નંબર પર સંપર્ક કરી શકે છે. તેમ જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ દ્વારા જણાવવામાં આવ્યું છે.