મોરબી ભાજપની સંગઠન પર્વની બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખની આવતીકાલે સતાવાર જાહેરાત થવાની હતી. પરંતુ યાદી લીક થઈ જતાં તાત્કાલિક કાર્યકમ ગોઠવી પ્રમુખની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે નવા પ્રમુખ તરીકે નિમણુક થતાં જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે પાંચમા ધોરણથી સંઘની વિચારસરણી સાથે જોડાયેલો છું. પક્ષે ભરોષો મૂક્યો તો તમામ લોકો સાથે મળીને કામ કરીશું.
મોરબી ભાજપની સંગઠન પર્વ બેઠક આજરોજ યોજાઇ હતી.જિલ્લા ભાજપ પ્રમુખના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે જયંતિભાઈ રાજકોટિયાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.આવતીકાલે સતાવાર જાહેરાત થવાની હતી.
પરંતુ યાદી લીક થઈ જતા આજે કાર્યક્રમ યોજી હોળાષ્ટક બેસે તે પહેલા સતાવાર રીતે નામની જાહેરાત કરવામાં આવી છે.આ તકે નવા પ્રમુખે જણાવ્યું હતું કે પાંચમાં ધોરણથી સંઘની વિચારધારા સાથે જોડાયેલો છું. પક્ષ એ ભરોસો મૂક્યો છે તો તમામ લોકો સાથે મળીને સારી રીતે કામ કરીશું.
આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,ચૂંટણી અધિકારી દિલીપ પટેલ,મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મહામંત્રીઓ સહિત જિલ્લા ભરના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.