Monday, November 25, 2024
HomeNewsઇન્ટરનેશનલ મેગેઝીન "ટ્રેડ પોસ્ટ" દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને "મેન ઓફ...

ઇન્ટરનેશનલ મેગેઝીન “ટ્રેડ પોસ્ટ” દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને “મેન ઓફ ધ યર” એવોર્ડ એનાયત કરાયો

ઇન્ટરનેશનલ મેગેઝીન ટ્રેડ પોસ્ટ દ્વારા એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયશુખભાઈ ને “મેન ઓફ ધ યર” નો એવોર્ડ આપી તેઓનું બહુમાન કરાયું છે.

- Advertisement -
- Advertisement -

ભારતમાં હોરોલોજિક ઇન્ડસ્ટ્રીઝ (વોચ એન્ડ કલોક ઇન્ડસ્ટ્રીઝ) માં વર્ષ ૧૯૫૯ થી (૬૨ વર્ષ) થી ” ટ્રેડ પોસ્ટ ” નામે ઇન્ડસ્ટ્રીઝ ને જોડતું એક માત્ર મેગેઝીન છે. જે ઇન્ડિયાના અને ઇન્ટરનેશનલ વોચ અને કલોક બિઝનેસ સાથે જોડાયેલ ઇન્ડસ્ટ્રીઝ / હોલસેલર / રિટેલર્સ તથા અન્ય લોકેને દર મહિને જોડાતું ખુબજ પોપ્યુલર મેગેઝીન છે. આ મેગેઝીન તરફ થી એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયશુખભાઈ ને “મેન ઓફ ધ યર” નો એવોર્ડ આપવામાં આવેલ છે. પાટીદાર રત્ન જયસુખભાઇ છેલા ૩ વર્ષ થી મોરબી ખાતે આવેલ નાના-મોટા કલોક ઇન્ડસ્ટ્રીઝ પાસે થી દર વર્ષ “લાખો” ની સંખ્યામાં કલોક બનાવડાવીને ઇન્ડિયન તથા એક્સપોર્ટ માર્કેટમાં સેલ્સ કરવામાં આવે છે આ પોઝિટિવ પ્રયાસથી રોજગારીમાં ખૂબ જ વધારો થયો તદુપરાંત નાના ઉદ્યોગકારો માટે પણ તે ખૂબ જ આશીર્વાદરૂપ બન્યો છે.

લગભગ ૫૦ થી ૬૦ કલોક ઇન્ડસ્ટ્રીઝ “ઓરેવા” ગ્રુપને તેની પ્રોડક્ટ સપ્લાઈ કરે છે ઓરેવા ગ્રુપ તેના કવોલીટી પેરામીટર મેન્ટેન કરી ને ડિઝાઇન/સેઈપ/મોડેલ/મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ/રોમટિરિયલસ-કમ્પોનેટનો ભાવ વગેરે માર્ગદર્શન આપીને રિક્વાયરમેન્ટ મુજબ ના “કલોક ” મોડેલ ડેવલોપ કરાવે અને પરચેઝ કરે છે. અને આ પ્રકાર ના ઓરેવા ના યોગદાનથી નાના ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસે જે સ્કિલ / એક્સપિરિઅન્સ વગેરે હોય તેનો ઉપયોગ કરી યોગ્ય પ્રાઈઝ આપી ને ઘરે બેઠા માર્કેટ ડેવલોપ કરી આપેલ છે. આ ગ્રુપમાં આશરે ૪૦૦૦ કર્મચારીઓ કામ કરે છે જેની ખાસિયત એ છે કે જેમાં આશરે ૯૦ ટકા અનસ્કીલ વુમનોને રોજગારી આપવામાં આવે છે. જયસુખભાઇની રાહબારી હેઠળ મોરબી ખાતે આવેલ ૨૦૦ ઇન્ડસ્ટ્રીઝ વાળાનું એક સંગઠન ” મોરબી કલોક મેન્યુ. એલાયન્સ ” બનાવામાં આવેલ અને કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય પ્રોડક્ટ ડેવલોપ કરવા માટે ઘણી બધી મિટિંગ કરવામાં આવેલ મોરબી ખાતે ટોયઝ/મોસ્કીટો કિલર રેકેટ/ ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રીકલ્સ પ્રોડક્ટ ડેવલોપ કરવામાં માર્ગદર્શન તથા મદદરૂપ થયા છે.

આ “મોરબી કલોક મેન્યુ. એલાયન્સ“ તરફથી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે ડેવલોપ કરવા તથા ચાઈનાથી થતું ” ગેરકાયદેસર” (ટેક્સ ચોરી) ઈમ્પોર્ટ તથા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ વાળના પ્રોબ્લેમો બાબત ની રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં ઘણી રજૂઆતો કરેલ અને તેનો સારો પ્રતિભાવ પણ મળેલ હતો.
જયસુખભાઈના કારણે છેલા ૨ વર્ષ થી જે કોરોનાને પગલે કલોક ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હતો તેમાં ખુબજ સરાહનીય થાય તેવી કામગીરી કરવામાં આવેલ હતી. આ તમામ બાબતોને દયાનમાં રાખીને “વોચ અને કલોક” ટ્રેડ પોસ્ટ માટે જયસુખભાઇ પટેલ ને “મેન ઓફ ધ યર” નો એવોર્ડ વર્ષ ૨૦૨૧ માટે એનાઉન્સ કરવામાં આવેલ જે સમગ્ર મોરબી અને કલોક ઇન્ડસ્ટ્રીઝ માટે ખુબજ ગૌરવ ની વાત છે. આ એવોર્ડ બદલ મોરબી કલોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જયસુખભાઇ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!