મોરબીના જેતપર ગામે ઘર પાસે દીવાલ બનાવવાની માથાકૂટમાં વળતી ફરિયાદ નોંધાઇ
મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર ગામે આવેલ સંધીવાસ મસ્જીદ શેરીમાં રહેતા અબ્દુલભાઇ નથુભાઇ કૈડા જાતે સંધી (ઉ.વ-૪૯) એ સામા પક્ષના આરોપીઓ લલીતભાઇ બાબુભાઇ ભોજવીયા, દિલીપભાઇ બાબુભાઇ ભોજવીયા, મગનભાઇ બાબુભાઇ ભોજવીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૧૨ના રોજ આરોપીનુ મકાન ફરીયાદીના પ્લોટ પાસે એક જ દિવાલે આવેલ હોય આ પ્લોટની બાજુમા આશરે દશેક ફુટ જેટલો જાહેર રસ્તો હોય જે રસ્તમા ફરીયાદીએ ટાઇલ્સ મુકી આશરે ચારેક ફુટ જેટલી ઉચી દિવાલ કરી બંધ કરી દિધેલ હોય આ બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીને માથાના ભાગે લાકડાના ધોકો વડે ઇજા કરી હતી. તેમજ આરોપીઓએ ફરીયાદીના ડાબા પગના સાથળના ભાગે લાકડાના ધોકા વડે અને લોખડના પાઇપ વડે ફરીયાદીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
માળીયાના કુંતાશી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે તા. ૧૪ના રોજ બાતમીના આધારે માળીયાના કુંતાશી ગામે જાહેરમાં જુગાર રમતા ચતુરભાઇ મનજીભાઇ બાબરીયા, ભરતભાઇ પ્રતાપભાઇ બાબરીયા, ભરતભાઇ પ્રતાપભાઇ બાબરીયા, કિશનભાઇ દેવજીભાઇ સોમાણી, વિજયભાઇ ઉર્ફે ભુપતભાઇ દેવાભાઇ નાટડાને રોકડા રૂપીયા ૧૫,૪૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.