મોરબી જિલ્લાના જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યાસંકુલ દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -2021નુ સમાપન શ્રમ અને રોજગાર,પંચાયત,ગ્રામ્ય અને ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા,વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ અને વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-2021 નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા હાજર રહ્યા હતા.બ્રિજેશભાઈ મેરજા દ્વારા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ સરળતાથી કઈ રીતે રોજગારી મેળવી શકે.?બિઝનેસ ક્ષેત્રે કોમર્સ ના વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું કૌશલ્ય વિકસાવી આગળ વધી શકે.?અને વિદ્યાર્થીઓ અત્યારથી જ ભવિષ્ય માટે ઓલરાઉન્ડર કઈ રીતે બને એ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શનીમાં બ્રિજેશભાઈ મેરજાએ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર,કેદારનાથ મંદિર તેમજ કોરોના વેકસીન મોડલના વખાણ કરી વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી.
આ તકે જીગ્નેશભાઈ કૈલા( ઉપ પ્રમુખ,મોરબી જિલ્લા પંચાયત),વિપુલભાઈ અઘારા (સહકાર્યવાહક,RSS રાજકોટ વિભાગ), ગોવિંદભાઈ ઘોડાસરા (મોરબી ભાજપ આઇટી સેલ), દિવ્યેશભાઈ સેરશિયા( Director,Abode vitrified) સાહિતનાઓએ હાજરી આપી હતી. અંતમાં સંસ્થાના પ્રમુખ જીતુભાઈ વડસોલા દ્વારા ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરાયો હતો.