મોરબી બાર એસોસીએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા અને મતગણતરી સંપન્ન થયા બાદ સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે જે.આર.જાડેજા, ઉપપ્રમુખ તરીકે સી.ડી. કારિયા સાહિતનાઓની જીત થઈ છે.
મોરબીના બાર એસોસીએશનની આજે યોજાયેલી ચુંટણીમાં શાંતિ પૂર્ણ માહોલમાં માહોલમાં ઉત્સાહભેર યોજાયેલ મતદાન બાદ સાંજે પરિણામ જાહેર થયું હતું.ચુંટણીમાં રસાકસીનો રંગ જામ્યા બાદ બળાબળ ના પારખામાં મોરબીના બાર એસોસીએશનના પ્રમુખ તરીકે જીતુભા જાડેજા, ઉપ પ્રમુખ ચિરાગ ડી.કારિઆ વિજેતા બન્યા હતા. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો અને વિજેતા ઉમેદવારોને જબ્બર ટકર જામી હતી. સાંજે જાહેર થયેલ પરિણામ માં પ્રમુખ તરીકે જે.આર.જાડેજા, ઉપપ્રમુખ તરીકે સી.ડી. કારિયા, સેક્રેટરી તરીકે જે.ડી. અગેચણીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કે.આઈ. ભોરિયા અને કારોબારી સભ્ય તરીકે એન.ટી. વાઘડીયા, કે.ડી. સંખેરિયા તથા યુ.આર.જાડેજાની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદના ઉમેદવાર જે.આર.જાડેજાને 162, એ.જે. ખુમાણને 144 અને પી.ડી. માનસેતાને માત્ર 6 મત મળ્યા છે. અને જે.આર.જાડેજા વિજેતા જાહેર થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર સી. ડી. કારીઆને 170 અને ડી. પી.ઓઝાને 129 મત મળ્યા હતા અને ઉપપ્રમુખમાં સી.ડી. કારીયાનો ભવ્ય વિજય થયો હતો. બીજી બાજુ સેક્રેટરીના ઉમેદવારોમા જે.ડી. અગેચણીયાને 203 તથા બી.બી. હડિયલને 104 મત મળ્યા હોવાથી જે.ડી. અગેચણીયાનો વિજય થયો છે.
તે જ રીતે જોઈન્ટ સેક્રેટરીમાં કે.આઈ. ભોરિયાને 103, જી.જે. છત્રોલાને 97 અને વાય.જે. જાડેજાને 85 મળ્યા છે અને આ પદે કે.આઈ. ભોરિયાએ જીત હાંસલ કરી છે. કારોબારી સભ્યમાં એચ.ડી. ગૌસ્વામીને 134, યુ.આર.જાડેજાને 147, એમ.પી. પુજારાને 116, કે.ડી. સંખેરિયાને 150, ડી.આર.ઉધરેજાને 123 અને એન.ટી.વાધડીયાને 169 મત મળ્યા હતા. જેથી કારોબારી સભ્ય તરીકે એન.ટી. વાઘડીયા, કે.ડી. સંખેરિયા અને યુ.આર.જાડેજાએ જીત હાંસલ કરી છે.