મોરબી, ટંકારા અને પડધરી તાલુકામાં આવતા ગ્રામ્ય પંથકમાં નવા રોડ રસ્તાના કામોને મંજુરી આપવામાં આવી હોય જે ચાર રોડના કામોના જોબ નંબર ફાળવવામાં આવ્યા છે
જેમાં પડધરી તાલુકાના અમરેલી ઈશ્વરીયા રોડ 3.50 કિલોમીટરનો રોડ અંદાજે 150 લાખના ખર્ચે, મોરબી તાલુકાના પાનેલી ગિડચ રોડ 4 કિલોમીટરનો રોડ અંદાજે અંદાજે 125 લાખના ખર્ચે, શક્ત શનાળા જોઈનીંગ મોરબી રવાપર ધનુડા રોડ 3.10 કિલોમીટરનો રોડ અંદાજે 125ના ખર્ચે તેમજ ટંકારા તાલુકાનો એસ.એચ.થી વાછકપર રોડ 5 કિલોમીટરનો રોડ અંદાજે 150 લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો. જે ચાર રોડના કામોના જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. ચાર રોડના 15.60 કિલોમીટરના કામો 550 લાખના ખર્ચે કરવામાં આવશે. જેના જોબ નંબર ફાળવવામાં આવ્યા છે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.