રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા તથા શિક્ષણ ક્રાંતિના અગ્રદૂત પ્રવીણસિંહ ઝાલા સાદુરકાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય અને ધ્રોલ ભાયાત દ્વારા ૨૧ દિવસીય વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ ભરતી, સંરક્ષણ સેવા તેમજ ‘અગ્નિવીર’ જેવી સ્પર્ધાત્મક સેવાઓમાં જોડાવા ઇચ્છુક યુવાનોને આ શિબિરમાં જોડાવા માટે વિશેષ આહવાન કરવામાં આવ્યું છે.
ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય તેમજ ધ્રોલ ભાયાત અને રાજપૂત કરણી સેના દ્વારા યુવાનોના શારીરિક તથા શૈક્ષણિક વિકાસને ધ્યાને રાખીને ૨૧ દિવસીય વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ખાસ કરીને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંરક્ષણ સેવાઓ, રાજ્ય પોલીસ ભરતી, તેમજ અગ્નિવીર યોજનામાં જોડાવા ઇચ્છુક યુવાનો માટે અત્યંત લાભદાયક સાબિત થશે. આશાવાન યુવાનોમાં જાગૃતિ લાવવા અને સમાજમાં વધુ યુવાનોને દેશની સેવામાં અને સરકારી સેવાઓમાં પ્રોત્સાહિત કરવા માટે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા, તથા સમાજના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા મહાનાયક પ્રવીણસિંહ ઝાલા સાદુરકા સાહેબે સંયુક્ત નિવેદન આપ્યું છે. તેઓએ સમગ્ર કાઠી સમાજ તથા રાજપૂત સમાજના યુવાનોને આ તાલીમ શિબિરમાં જોડાઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા તથા રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા હાર્દિક આહવાન કર્યું છે









