ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને જોઈ ડ્રગ્સ ભરેલ ડ્રમ્સ દરિયામાં ફેંકી પાકિસ્તાની બોટ ઊભી પૂંછડીએ પાકિસ્તાની હદમાં નાસી છૂટી
ગુજરાત એ. ટી.એસ. અને ભારતીય કોસ્ટ ગાર્ડે ગેર કાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકીસ્તાનની ફીશીંગ બોટમાં ભરી નીકળેલ તે પોરબંદરના IMBL નજીક ભારતીય જળ સીમામાં પ્રવશે કરશે તેવી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી IMBL નજીક બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા, આ બોટ પર રહેલ ઇસમોએ બ્લ્યુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી ઝડપથી IMBL તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા આ પાકિસ્તાની બોટનો પીછો કરવામાં આવેલ પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઈ હતી. જે દરિયામાં ફેકેલ ડ્રમ્સ રીકવર કરવામાં આવ્યા હતા. જે રીકવર કરેલ ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ ૩૧૧ પેકેટમાં આશરે ૩૧૧ કિલો માદક પદાર્થ અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૧૮૦૦ કરોડનો જથ્થો મળી આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી, નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે ત્યારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજ્યમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તેમજ રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક્સ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ.ટી.એસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજેન્સીઓ કટિબદ્ધ છે. ત્યારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. પટેલને તા.૧૦/૦૪/૨૦૨૫ ના ૧૦/૩૦ વાગ્યે ખાનગી બાતમી મળી કે “પાકિસ્તાનના ફીદા નામના ડ્રગ્સ માફિયાનો આશરે ૪૦૦ કિલો જેટલો ગેર કાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકીસ્તાનની ફીશીંગ બોટમાં ભરી તા.૧૨/૦૪/૨૦૨૫ ના રાતના ૮:૦૦ થી તા.૧૩/૦૪/૨૦૨૫ના સવાર ૦૪:૦૦ વાગ્યા દરમ્યાન પોરબંદરના IMBL નજીક ભારતીય જળ સીમામાં પ્રવશે કરશે અને ચેનલ નંબર ૪૮ ઉપર પોતાની કોલ સાઇન ‘રમીઝ’ ના નામથી તામિલનાડુ બાજુની કોઇ બોટને ‘સાદિક’ ના નામે બોલાવી તેને આપવામાં આવશે. અને તે માદક પદાર્થનો જથ્થો તામિલનાડુ ખાતે લઇ જવામાં આવશે.જે બાતમીને આધારે એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ગંભીરતા લઈ એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડના અધિકારીઓએ ઓપરેશનની તૈયારી કરી હતી.જેના ભાગરૂપે એ.ટી.એસ. ના પોલીસ ઇન્સ્પેકટર વી. એન. ભરવાડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. ડી. વાઘેલા, કોસ્ટગાર્ડના અધિકારીઓ ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં હતા.તે દરમ્યાન IMBL નજીક બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા, આ બોટ પર રહેલ ઇસમોએ બ્લ્યુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા અને ઝડપથી IMBL તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા આ પાકિસ્તાની બોટનો પીછો કરવામાં આવેલ પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઈ હતી.જે ડ્રમ્સ રીકવર કરવામાં આવ્યા હતા.જે રીકવર કરેલ ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ ૩૧૧ પેકેટમાં આશરે ૩૧૧ કિલો માદક પદાર્થ અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૧૮૦૦ કરોડનો જથ્થો મળી આવ્યો છે. જે બાબતે ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધી દરિયાઇ માર્ગે ફીશીંગ બોટ મારફતે ઘુસણખોરી કરવામાં આવતા માદક પદાર્થો બાબતે કુલ ૨૦ કેસ કરવામાં આવ્યા છે. જેમાં ૫૪૫૪.૭૫૬ કિલો જથ્થો કિંમત રૂ. ૧૦૨૭૭.૧૨ કરોડનો મુદ્દામાલ સાથે કુલ ૧૬૩ આરોપીઓને પકડી પાડયા છે. જેમાં ૭૭ પાકિસ્તાની, ૩૪ ઈરાની, ૪ અફઘાની, ૨ નાઇજિરિયન અને ૪૬ ભારતીયોને પકડી પાડયા છે.