ગેરકાયદેસર ડ્રગ્સ અને હથીયારો ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ સીમા માફિયાઓમાં ફેવરિટ બોર્ડર છે પરન્તુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ દ્વારા માફિયાઓ ને ભાન કરાવી દેવામાં આવ્યું છે કે હવે આ ગુજરાતની જળસીમાં માંથી ૫૦ ગ્રામ ડ્રગ્સ પણ ઘુસવા દેવામાં નહિ આવે અને આ માટે ગુજરાત એટીએસ દ્વારા એકલહથે અને અનેક કોસ્ટગાર્ડ જેવી બ્રાન્ચ સાથે અનેક ઓપરેશન પાર પાડ્યા છે.
જેમાં ગત ૨૫-૨૬ ડિસેમ્બર ની રાત્રે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ ના સાતમા ઑપરેશન હાથ ધર્યું હતું જેમાં ભારતીય જળસીમાં માં ઘુસેલી શંકાસ્પદ પાકિસ્તાની બોટ અલ સોહેલી ને ચેક કરવામાં આવી હતી જેમાંથી હથિયાર અને દારૂગોળો સહિતની ગેરકાયદેસર સામાન મળી આવ્યો હતો જેમાં ૩૦૦ કરોડનું ૪૦ કિલો ડ્રગ્સ ૦૬ પિસ્તોલ અને ૧૨૦ રાઉન્ડ સાથે બોટમાં સવાર ૧૦ પાકિસ્તાનીઓ ને ઝડપી લેવામાં આવ્યા છે અને તમામને ઓખા બંદર પર લઈ જઈ ને તપાસ હાથ ધરવામાં આવી છે.