સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર પર મોરબી એસ ઓ જી સતત નજર રાખી રહી છે અને આવા તત્વોને ઝડપી પાડી ગુના નોંધી કાર્યવાહી કરી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક શખ્સો હજુ પણ આ બાબતે કાયદાની પરવાહ કર્યા વગર આવા ફોટા અપલોડ કરતા હોય છે. ત્યારે મોરબીના એક યુવકે હથિયાર સાથેનો ફોટો ઇસ્ટાગ્રામ પર અપલોડ કરતા મોરબી એસ ઓજી એ યુવક અને આધેડને ઝડપી લઈ ગુનો નોંધાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ દાઉદી પ્લોટ ખાતે રહેતા મયુરભાઇ બાબુભાઇ ડાંગર નામના યુવકે પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, પોતાના શોખ ખાતર પરવાનાવાળા બાર બોરના હથિયારથી ફોટો પાડી પોતાની ઇસ્ટાગ્રામ આઇ.ડી. mb_dangar પર ફોટોપોસ્ટ કરી, તેમજ રાજેશભાઇ લખુભાઇ ડાંગર જાતે બોરીચા આહીર (રહે.રવાપર રોડ કાયાજી પ્લોટ મોરબી)એ પોતાનું લાયસન્સવાળુ હથીયાર મયુરભાઇ ડાંગર પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી,લાયસન્સ ધારકની શરત ભંગ કરતા સમગ્ર મામલે એસ ઓ જી એ કાર્યવાહી કરી ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.