સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો યોજાશે. જે મેળાને મીની કુંભ નામ આપવામાં આવ્યું છે. જે મેળાની શરૂઆત આવતી કાલથી કરવામાં આવશે. પાંચ દિવસ સુધી સાધુ સંતો આસન લગાવી ધુણા તૈયાર કરશે તેમજ પાંચ દિવસ અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે. જે મેળાની ૨૬ મી મધ્ય રાત્રિએ શાહી સ્નાન બાદ પૂર્ણાહૂતિ થશે….
આવતીકાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે શિવરાત્રીના મેળાને મીની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ 22મી ફેબ્રુઆરીએ શિવરાત્રીના મેળાનું પ્રારંભ કરવામાં આવશે. સાધુ-સંતોએ આસન લગાવી ધુણા તૈયાર કર્યા છે. પ્લાસ્ટિક મુક્ત મેળા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચ દિવસ સુધી અનક્ષત્રો ધમધમી ઉઠશે. 26 એ મધ્યરાત્રીએ સ્નાયુ સ્નાન બાદ શિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.