Wednesday, April 2, 2025
HomeGujaratવાંકાનેરના કાછીયાગાળા આયુષ્ય આરોગ્ય મંદિરને પ્રાપ્ત થયું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ

વાંકાનેરના કાછીયાગાળા આયુષ્ય આરોગ્ય મંદિરને પ્રાપ્ત થયું ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ

વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 12/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત લઈને મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને 88.00%+ રેન્કીંગ આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) કાછીયાગાળા, ખાતે દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 12/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત લઈને મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેશનલ લેવલથી NQAS સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાય એ માટે જિલ્લાની ટીમ જિલ્લા QAMO ડો. હાર્દિક રંગપરિયા, THO ડૉ. આરીફ શેરસિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયાના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાને 88.00%+ રેન્કીંગ આપવામાં આવ્યું છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળાના NQAS માટે સર્ટિફાઈડ થાય તે માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા , ફિમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલ પરમાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીના મેડિકલ ઓફિસર ડો. સાયના અન્સારી અને દલડી આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ મુલાકાતી ટીમ, તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો,.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!