મહર્ષિ દયાનંદ સરસ્વતી શાળા વિકાસ સંકુલ ના QDC નં. 1 માં આવતી શાળાઓનો તા. 6/9/24 ના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કલા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. J કાર્યક્રમમાં 6 શાળાઓના 31 વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધા , બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનનાર વિધાર્થીઓને SVS કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતી શાળા વિકાસ સંકુલના QDC નં. 1 માં આવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. 06/09/24 ના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કલા મહોત્સવ યોજાયો હતો. જેમાં 6 શાળાના 31 વિધાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે કાર્યક્રમમાં મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સરસાવડીયા સાહેબ, ઓરપેટ કન્યા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, QDC માં આવતી શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે રીટાયર્ડ સંગીત શિક્ષક સૈજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલય, એમ.ડી. વિદ્યાલય, એમ.પી. વિદ્યાલય, નેકનામ માધ્યમિક શાળા, સાવડી વિદ્યાલય,સરદાર પટેલ માધ્યમિક શાળા, બંગાવડીના વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં વિજેતા થયા હતા. જે SVS કન્વીનર ભાવેશભાઈ જીવાણી, QDC no.1 ના કન્વીનર અને ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતા બેન ગામી તથા શાળાના શિક્ષકો, સર્વે નિર્ણાયકો અને મહેમાનોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓરપેટ કન્યા વિદ્યાલયના સ્ટાફ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામા વિજેતા વિદ્યાર્થીઓ SVS કક્ષાએ ભાગ લેવા માટે જશે.