Monday, October 7, 2024
HomeGujaratમોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ.

મોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સંલગ્ન સંસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા શક્તિ ના આરાધના ના પાવન પર્વ નવરાત્રી દરમિયાન પ્રતિવર્ષ કન્યા પૂજન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડીત ના નિવાસ સ્થાન પ્રમુખ હાઈટ્સ ખાતે કન્યા પૂજન નું આયોજન કરવા માં આવ્યુ હતુ.

- Advertisement -
- Advertisement -

આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી , મંત્રી નિર્મિતભાઈ કક્કડ સહીત ના સંસ્થા ના અગ્રણીઓ દ્વારા કન્યાઓને ભાવતા ભોજન પીરસી તેમનુ પૂજન કર્યુ હતું. તે ઉપરાંત દરેક બાળાઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!