હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકા આયોજિત કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ મુખ્ય અતિથિ તરીકે, હળવદ તાલુકાની મેરુપર પે.સે. શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડા ની મુખ્ય વક્તા તરીકે, મહર્ષિ ગુરુકુળના સંચાલક રાજુભાઈ ચનિયારા,હળવદ તાલુકાના કેળવણી નિરીક્ષક સુનીલભાઈ મકવાણા, અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયાની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ અવસરે હળવદ તાલુકા ના ૧૦૦ થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના મંત્રી રાજુભાઈ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ધનજીભાઈ ચાવડા દ્વારા શિક્ષકના ધર્મ,કર્તવ્ય અને શિક્ષકની વર્તમાન પરિસ્થિતિની કાર્યપદ્ધતિ ખૂબ જ સુંદર ઉદાહરણો દ્વારા તથા હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ મેહુલભાઈ સિંધવ દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદજી તેમજ સુભાષચંદ્ર બોઝના જીવન વિશે અને શિક્ષકના કર્તવ્ય નિષ્ઠાની અમૂલ્ય માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમ ને અનુરૂપ સ્વામી વિવેકાનંદજી વિશેનું સુંદર ગીત પલાસણ શાળાના શિક્ષક મહેશભાઈ પંચાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને અંતે હળવદ તાલુકાના સંગઠન મંત્રી હિતેશભાઈ જાદવ દ્વારા આભાર વિધિ પ્રગટ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં હળવદ તાલુકાના કોષાધ્યક્ષ શ્રી તથા સીઆરસી કો.ઓ માલણીયાદ શ્રી હરમિતભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.