Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના જુના ઘુટુ રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ...

મોરબીના જુના ઘુટુ રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે સીમ્પોલો સીરામીકના કારખાના પાસેથી એક શખ્સને બે દારૂની બોટલ સાથે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકના કારખાનાની સામે રોડ ઉપર એક શખ્સે વેચાણ અર્થે દારૂ રાખેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી અંબિકા સોસાયટી શેરી નંબર-૪ ત્રાજપર ચાર રસ્તા પાસે રહેતા આણંદભાઇ તેજમલભાઇ રહોરીયા નામના શખ્સને ભારતીય બનાવટના વિદેશી ઇગ્લીશ દારૂ ઓફીસર ચોઇસ કલાસીક વીસ્કી ની ૨ બોટલોના રૂ.-૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!