મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની કચેરીનું મુખ્ય મથક સુરેન્દ્રનગર અથવા મોરબી નજીક રાખો તેવી માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
સરદાર સરોવર નર્મદા નિગમ લી.સૌરાષ્ટ્ર વિસ્તારની કામગીરી માટે મુખ્ય ઇજનેર (સોરાષ્ટ્ર) તરીકેની કચેરી હેઠળ નર્મદા કેનાલનો કમાન્ડ એરીયા મુખ્યત: અને મહતમ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ક્રમશ ધાંગધ્રા, પાટડી, મોરબી, હળવદ અને માળીયા(મી) તાલુકાને એકદમ નજીક હોવા છતા સદરહુ કચેરીનુ મુખ્ય મથક રાજકોટ ખાતે રાખવામાં આવેલ. જેના કારણોસહ લોકોને મુશ્કેલી રૂપ હતુ. અને જયારે તાજેતરમાંજ સદરહુ કચેરી નુ સ્થાળુંતર કરી અને લીંબડી મથકે રાખવામાં આવેલ જેથી લોકોની મુશ્કેલી ઓ ઓછી થવાને બદલે તેમા વધારો થયો છે.
આ કચેરી લીબડી મથકે રાખવાના બદલેજો સુરેન્દ્રનગર અથવા તો ધાંગધ્રા, પાટડી, મોરબી, હળવદ અને માળીયા(મી) તાલુકાની નજીક સ્થળે કચેરીનુ મથક રાખવામાં આવેતો ખેડૂતો/લોકોને અનુકુળ રહેશે તવે અમારી ધારણા છે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.