મોરબીનાં વીશીપરા મામાદેવના મંદીર પાસે સ્મશાન રોડ પર યુવક સાથે જૂનું મન દુઃખ હોય જેનો ખાર રાખી ગાળો આપી ત્રણ ઈસમોએ લોખડનો પાઇપ અને લાકડીથી યુવક પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં નિલકંઠ રેસીડેન્સી કેનાલ પાસે નવલખી રોડ ખાતે રહેતા સંજયભાઇ ચતુરભાઇ ઇંટોદરાને મોરબીના વીશીપરા મામાદેવના મંદીર પાસે સ્મશાન રોડ પર ગત તા ૦૪/૦૯/૨૦૨૩ ના સાંજના સમયે જુનું મનદુખ હોય તેનો ખાર રાખી ઈસમોએ સ્થળ પર ધસી આવી ફરિયાદીને ગાળો આપી વિષ્ણુભાઇ ટપુભાઇ જાસોલીયાએ લોખંડના પાઇપ મોઢા પર તેમજ વિષ્ણુનો નાનોભાઇ ટીકુ અને ભરતભાઇ ટપુભાઇ જાસોલીયાએ લાકડી વડે પગમાં મારતા ફેકચર જેવી ઇજા પહોંચાડતા ત્રણેય ઈસમો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુહો દાખલ કરવામાં આવ્યો છે.









