અર્નાકુલમ કેરાલાના ફોન્ટાના ઈમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર અનિશ કાકેરીએ મોરબીમાં ઘણી બધી સીરામીક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉઘાર લઈ પૈસા ન આપી ફોડ કરતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જે મામલમાં વાંકાનેરના સનફોર્ડ વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડના સીરામીક ટાઈલ્સના વેપારીએ અર્નાકુલમ કેરાલાના ફોન્ટાના ઈમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર અનિશ કાકેરી સામે વાંકાનેર કોમર્શીયલ કોર્ટના પ્રિન્સીપાલ જજ સાહેબની કોર્ટમાં બાકીની રકમ વસુલવા માટે કોમર્શિયલ દાવો દાખલ કરતાં પુરાવાના આધારે પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટે રૂા.૬૮,૬૭,૦૯૭/- પુરા ૯% ટકા વ્યાજ સાથે ચુકવવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૧-૨૨ માં અર્નાકુલમ કેરાલાના ફોન્ટાના ઈમ્પેક્ષ પ્રા.લી.ના ડાયરેકટર અનિશ કાકેરીએ વાંકાનેર મુકામે આવેલ સનફોર્ડ વીટ્રીફાઈડ પ્રા.લી.ના સીરામીક ટાઈલ્સમાંથી રૂા. ૬૮,૬૭,૦૯૭/- નો માલ ખરીદ કર્યો હતો. જે ઉધાર માલ ખરીદ કર્યા બાદ યેનકેન પ્રકારે ઉધાર માલની રકમ ન ચુકવવી પડે તે માટે ગલ્લા-તલ્લા કરતા સનફોર્ડ વીટ્રીફાઈડ પ્રા.લી. એ તેમની કંપનીના એડવોકેટ રમેશ બી. દાવડા મારફત લીગલ ડીમાન્ડ નોટીસ મોકલાવી હતી. તેમ છતાં પ્રતિવાદીએ રકમ ન ચુકવતા ના છુટકે, કંપનીના ડાયરેકટરે વાંકાનેરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં બાકીની રકમ વસુલ કરવા માટે કોમર્શીયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવામાં ફોન્ટાના ઈમ્પેક્ષ પ્રા.લી.ના ડાયરેકટર અનિશ કાકેરી સામે સમન્સ / નોટીસ કાઢવાનો હુકમ કર્યો હતો. જે દાવો વાંકાનેરની કોમર્શીયલ કોર્ટના પ્રિન્સીપાલ જજ સાહેબ પાસે કંપનીના એડવોકેટે દાવા અંગેની હકીકત, સોગંદનામા, આધાર પુરાવા તેમજ તેમની મૌખિક દલીલો, રજુઆતો ધ્યાનમાં રાખી, નામદાર કોર્ટ દ્વારા પ્રતિવાદીને, વાદી- સનફોર્ડ વીટ્રીફાઈડ પ્રા.લી. માંથી રૂા.૬૮,૬૭,૦૯૭/- પુરા ૯% ટકા વ્યાજ સહિત દાવો દાખલ કર્યો ત્યારથી ચડયે ચડયું વ્યાજ ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ, સનફોર્ડ વીટ્રીફાઈડ પ્રા.લી. કંપની વતી એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા અને પુનમબેન ગોસ્વામી રોકાયા હતા. તેમની ધારદાર દલીલોને કારણે કંપનીને રૂપિયા વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.