મોરબી ઝુલતા પુલ દુર્ઘટમાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા કેસરીનંદન ગૃપ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવંગત સ્વજનોના ફોટા મુકવા ગ્રુપનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.
કેસરીનંદન ગૃપ દ્વારા જણાવ્યા અનુસાર અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટમાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તેમજ તેમના મોક્ષાર્થે આગામી તા.૧૬-૧૧-૨૨ના રોજ હનુમાનજીદાદાને પ્રાર્થના કરવા માટે કેસરીનંદન ગૃપ દ્વારા ૫.પૂ. ગુરૂજી શ્રી અશ્વિનકુમાર પાઠકજી ના મધુર કંઠે સંગીતમય “સુંદરકાંડ પાઠ”નું આયોજન કેસરીનંદન હનુમાનજીનું મંદિર, રોટરી નગર, સેવા સદન પાછળ કરવામાં આવેલ છે. જે બહોળી સંખ્યામાં લોકોને પધારવા અપીલ કરવામાં આવી છે. તેમજ કળીયુગના જીવતા જાગતા ચીરંજીવી દેવ શ્રી કેસરીનંદન હનુમાનજીના સાનીધ્યમાં સુંદરકાંડ પાઠરૂપી દિવ્ય-પુષ્પાંજલી દિવંગત આત્માઓને અર્પણ કરાશે. તેમજ દિવંગત સ્વજનોના ફોટા પાઠમાં મુકવા માટે વિમલભાઇ – મો. ૯૪૨૬૯ ૩૦૮૦૮ અને મહેન્દ્રસિંહ મો. ૯૪૨૬૪૪૮૩૭૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.