હળવદ શહેરમાં ચોમાસા પહેલા રોડ પર પડેલા ખાડાઓ અને ઊંગી નીકળેલા બાવળને કાપવાનું અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું
હળવદ શહેર ના દશામાંના મંદિર થી માર્કેટિંગ યાર્ડ સુધી નો રોડ બિસ્માર હાલત માં હોવાથી આમ આદમી પાર્ટી હળવદ ના કાર્યકર્તા ઓ એ જાતે રોડ ના ખાડા બુરી અને સાઈડ મા બાવર કપિયા હતા.રોડ પર પડી ગયેલા મસ મોટા ખાડાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડની બાજુમાં પડેલ માટીથી પૂરવામાં આવ્યા હતા તેમજ બાવળની જાળીની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી
શહેરના દશામાના મંદિર થી ત્રણ રસ્તા સુધીના ધાંગધ્રા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે સાથે જ ઘણી જગ્યાઓ પર ગટરના ઢાંકણા પણ તૂટી ગયા હોય તેમ જ બાવળની ઝાળી પણ રોડ પર પથરાઈ હોય જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતે જ મહેનત કરી લોકોને અકસ્માતથી બચવા માટે આજે તગારા,પાવડા લઈ ખાડા બુરો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું