Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર : વઘાસીયા ગામની સીમમાં સીરામીક ફેકટરીમાં જુગાર રમતા રાજકીય આગેવાન સહિત...

વાંકાનેર : વઘાસીયા ગામની સીમમાં સીરામીક ફેકટરીમાં જુગાર રમતા રાજકીય આગેવાન સહિત છ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ પીએસઆઇ બી.ડી. જાડેજા, ડિ સ્ટાફ સહિત વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગત રાત્રીનાં વઘાસીયા ગામની સીમમાં સીરામીક ફેકટરીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે વઘાસીયા ગામની સીમમાં આવેલ પ્લુટો સિરામિકના કારખાનામાં ચાલતા જુગારધામ પર દોરડો પાડી જુગાર રમતા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (રહે. રવાપર રોડ મોરબી), જયદીપભાઇ મનજીભાઈ કાલરીયા (રહે. મહેન્દ્રનગર મોરબી), રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા (રહે. રવાપર રોડ મોરબી), ઉમેશભાઈ ચંદુભાઈ જાકાસણીયા (રહે. પટેલ રેસીડેન્સી મોરબી), રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા (રહે. રવાપર રોડ મોરબી) અને વિપુલભાઈ જગદીશભાઈ કોરિયા (રહે. અવની ચોકડી મોરબી) ને ઝડપી પાડી સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ.3,50,000/- અને મોબાઈલ મળી કુલ રૂ.3,63,000/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!