Friday, January 10, 2025
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબમાં રાસ ગરબે ઝૂમી નવરાત્રીને વેલકમ કરતા...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબમાં રાસ ગરબે ઝૂમી નવરાત્રીને વેલકમ કરતા ખૈલયાઓ

૫૦૦ થી વધુ યુવક યુવતીઓએ પ્રાચીન અને અર્વાચીન તેમજ દેશભક્તિની થીમ ઉપર રાસ ગરબે મન મુકીને ઝૂમી ઉઠ્યા

- Advertisement -
- Advertisement -

માં આદ્યશક્તિની સાધના-ઉપાસના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ આવતીકાલાથી શરૂ થનાર હોય આ નવરાત્રીને વેલકમ કરવા માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય મોલ જેવા જાહેર જગ્યાએ યોજાયેલા ફ્લેશ મોબમાં ૫૦૦થી હજારથી વધુ યુવક યુવતીઓએ પ્રાચીન અને અર્વાચીન તેમજ દેશભક્તિની થીમ ઉપર રાસ ગરબે મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા અને ભારે ઉત્સાહ સાથે નવરાત્રીને વેલકમ કર્યું હતું.

મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈપણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 15 વર્ષ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવનું નવી જગ્યા વૈદહી ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલથી શરૂ થનાર સંકલ્પ નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ જોવા મળે છે અને આવતીકાલથી યુવક યુવતીઓ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબાની રમઝટ બોલાવશે.

દરમિયાન નવરાત્રીને ગણતરીની કલાકો જ બાકી હોય નવરાત્રીને વેલકમ કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગતરાત્રે જાહેર જગ્યા સ્કાય મોલ ખાતે ફ્લેશ મોબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉથી કોઈને જાણ કર્યા વગર સંકલ્પ નવરાત્રી મહોત્સવના ખેલયાઓ રાસ ગરબે ઝૂમતા ઝૂમતા અચાનક સ્કાઈ મોલે આવી ચડ્યા બાદ સ્કાઈ મોલે ફરવા આવેલા અનેક યુવાનોને પણ રાસ ગરબે રમવાનું જોમ ચડ્યું હોય એમ એ લોકો પણ જોડાય ગયા. જોતજોતામાં ૫૦૦થી વધુ યુવક યુવતીઓ કલાકથી વધુ સમય સુધી મન મુકીને રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા.જેમાં યુવક યુવતીઓએ પ્રાચીન અને અર્વાચીન તેમજ દેશભક્તિની થીમ ઉપર રાસ ગરબે મન મુકીને ઝૂમીને નવરાત્રિને વેલકમ કર્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અત્યારથી યુવાનોમાં ગજબનો ઉત્સાહ દેખાયો હોય દરેક યુવાનો નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રીએ મન મુકીને રાસ ગરબ રમવા ઉત્સુક છે. મોટા શહેરોમાં નવરાત્રી પહેલા યોજાતા આવા કાર્યક્રમનું મોરબીમાં પણ આયોજન કરીને યુવાનોએ નવરાત્રી મહોત્સવને ઉમગભેર વધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!