માળીયા (મી) ના ચીખલી ગામે બનેલ તીરસ્કારી બનાવ બાબતે આજરોજ સમસ્ત ખાખરેચી ગામ તેમજ તમામ ગૌ – પ્રેમી વતી આવેદન પત્ર પાઠવી નિષ્પક્ષ તેમજ ભયમુક્ત અને દબાણમુકત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત ગામજનો અને હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરાઈ છે..
ચીખલીની નજીકમાં આવેલ વાઇલ્ડ લાઇફ અભ્યારણ (કરાડિયુ) અંદર વર્ષોથી ગેરકાયદકીય રીતે ગૌ – હત્યાઓ થઇ રહેલ સમાચાર મળતા રહે છે. તેમજ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઇ રહી છે જે બંધ થવી જોઈએ તેવી માંગ સાથે સમસ્ત ખાખરેચી ગામ અને ગૌ પ્રેમીઓએ માળીયા મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત કરી છે. તેમજ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ગાય એ પ્રાણી નથી. પરંતુ સંસાર નો પ્રાણ છે”.અને જે વ્યક્તિ ગાયની દયા નહિ ખાય સરકાર એની દયા નહી ખાય. તેમજ હિન્દુ રાષ્ટ્રનાં આન બાન શાન સમાન ગાય માતા આપણા દેશનું કુષિ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર અને આરોગ્ય શાસ્ત્ર છે. અને વર્તમાન સમયમાં ગુજરાતમાં પર્વતમાન કાયદો ” ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ – 2017 ” નાં અનુસાર ગૌ હત્યા કરનાર વ્યક્તિ / વ્યક્તિઓ પર આજીવન કેદ તેમજ બિન-જામીનપાત્રની જોગવાઈ છે. જે બાબતે આરોપીઓને કડકમાં કડકમા સજા થાય અને તમામ ગૌ – પ્રેમી ઓને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે. તેમજ નજીકના ભવિષ્યમાં જો યોગ્ય ન્યાય નહિં મળે તો રસ્તા રોકો આંદોલન તેમજ આત્મ – વિલોપન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.