મોરબી તાલુકાના પ્રેમજીનગર નજીક ભીમરાવનગર જવાના રસ્તે અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવાનને કડું ફટકારી હુમલો કર્યાની અને જ્ઞાતિ પ્રત્યે હડતુત કર્યાનો મામલો પોલીસે મથકે પહોંચ્યો છે.
આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી રાજાભાઇ રતાભાઇ ગમારા (રહે.પ્રેમજીનગર તા.જી.મોરબી)ના ભાઇ રામભાઇ રતાભાઇ ગમારાએ કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ ચાવડા સાથે
ભીમરાવનગરના સમશાનની જગ્યા બાબતે આજથી છ એક મહીના પહેલા બોલાચાલી કરી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી રાજાભાઇ રતાભાઇ ગમારાએ કાનજીભાઇને તેની જાતિ પ્રત્યે અપમાનિત કરી માથામાં કડુ મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઈને કાનજીભાઈએ તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






