માળીયા મિયાણાં તાલુકાના ખીરઈ ગામ અને વાંકાનેર મીલ પ્લોટ ચોકમાથી પોલીસે બે વરલી બાજો ને ઝડપી લઇ કાયદાના પાઠ ભણાવ્યા છે.
માળીયા મિયાણાં તાલુકાના ખીરઈ ગામ ના પાદર પાસે જુના ખંડેર મકાનમાં જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો જુગાર રમી/રમાડતા આરોપી જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણી (ઉ.વ.૩૦ રહે. ખીરઈ ગામ તા.માળીયા મી જી-મોરબી) ને પોલીસે ઝડપી લીધો હતો.વરલી ના સાહિત્ય, રોકડા રૂપીયા-૭૦૦ સાથે દબોચી લઈ પોલીસે આરોપી વિરુદ્ધ જુગરધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય એક કેસની જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર મીલ પ્લોટ ચોકમા પોલીસે રેઇડ પાડી નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડતા આરોપી
રહિમભાઇ ઉર્ફે રમેશભાઇ અલીભાઇ જેશાણી ₹ઉ.વ.૫૪ રહે.મીલ પ્લોટ,એ.એસ.આઇ. બ્લોક ક્વાર્ટર નં.૩,વાંકાનેર) ને પકડી પડ્યો હતો.પોલીસે
વર્લી સાહીત્ય ચિઠ્ઠી નંગ-૩, તથા બોલપેન નંગ-૧ તથા કુલ રોકડા રૂ ૧૭૦ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવી છે.