ટંકારા ખાતે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ રૂબરૂ પધારી અમરેલી સ્થિત સર્વ સમાજ માટે નવનિર્માણ કેન્સર હોસ્પિટલના ભુમી પુજનના ખાતમુહૂર્ત માટે આમંત્રણ પાઠવ્યું હતું તો ટંકારા ટિમે તન મન અને ધન થી સંસ્થા સાથે હોવાનો એકી સાથે અવાજ કર્યો હતો.
રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના કેન્સર ના દર્દીઓ માટે ખોડલધામ કેન્સર હોસ્પિટલનુ નિર્માણ કરવા માટે લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરવામા આવ્યુ છે. જેનુ આગામી તા.૨૧ જાન્યુઆરી એ ખાતમુહૂર્ત કરવામા આવનાર હોય સેવાયજ્ઞ મા ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ આજ રોજ ટંકારા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે પધાર્યા હતા જ્યા લેઉઆ પાટીદાર નેતાનુ સ્વાગત કરવા મોરબી જિલ્લાની વિવિધ કમિટી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજના લાભાર્થે ખોડલધામ કેન્સર હોસ્પિટલનુ આગામી તા. ૨૧ મી જાન્યુઆરી એ ભૂમિપૂજન સમારોહ યોજાશે. ભૂમિપૂજનમા લેઉઆ પાટીદાર સમાજને ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આજ રોજ 28 ડિસેમ્બર ને ગુરૂવારે ટંકારા ખાતે રાજકોટ રોડ ઉપર આવેલા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે રૂબરૂ ટ્રસ્ટીઓ સાથે આવ્યા હતા જ્યાં પાટીદાર રત્ન ગણાતા નરેશભાઈ પટેલનુ ટંંકારા તાલુકા અને મોરબી જીલ્લા ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવયુ હતું ખોડલધામ ના ચેરમેન અને સમાજના કદાવર નેતાએ લેઉઆ પાટીદાર સમાજના દરેક ભાઈઓ-બહેનોને પધારવા માટે જાહેર મંચ ઉપર થી આમંત્રણ આપ્યું હતું સાથે આગામી વર્ષોની સંસ્થાની પ્રવુતી જેમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ રીવરફંટ સહિતના ઉતર દક્ષિણ ભાગોમાં ખોડલધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત ઉચ્ચારી હતી. તદ ઉપરાંત નરેશભાઈ પટેલે સમાજના યુવાનો ને સેવકો નહી પરંતુ સેનીકો તરીકે સંબોધન કરી દૈનિક એક કલાક સમાજના ઉત્થાન અને ઉમદા વિચાર માંટે આપવા અનુરોધ કર્યો હતો આ તકે ટંકારા તાલુકા ઉપરાંત મોરબી જિલ્લા ના સમાજના શ્રેષ્ઠીઓ ઉધોગપતિ રાજકીય અગ્રણી કિસાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને મેન પાવર તથા મનીપાવર સાથે ખોડલધામ ભેગા ખંભે ખંભો મિલાવવાની ટંકારા થી ખાત્રી આપી હતી.