Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ પાસે નાસ્તાની લારીએ થયેલ બબાલમાં થયો છરી વડે હુમલો...

મોરબીના લાલપર ગામ પાસે નાસ્તાની લારીએ થયેલ બબાલમાં થયો છરી વડે હુમલો : ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર ગામ પાસે લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં નાસ્તાની લારીએ લારી ધારક સાથે બોલાચાલી કરતા ઈસમોને સમજાવવા ગયેલ યુવકને ચાર ઈસમોએ ગાળો ભાંડી ઢોર માર મારતા તેમજ છરી વડે એક ઈસમે હુમલો કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં શોભેશ્ર્વર મંદિર પાછળ સીલ્વર પાર્ક સોસાયટી ખારાભાઇ કોળીના મકાનમા ભાડે રહેતા દિનેશભાઇ પાલાભાઇ રાઠોડ તથા હમીરભાઇ બન્ને લાલપર નાસ્તાની લારીએ બેઠા હતા. દરમ્યાન ભગીરથસિંહ ચુડાસમા ((રહે.મોરબી)ની લારી વાળા સાથે બોલાચાલી કરતા ફરિયાદી દિનેશભાઇ તથા સાહેદ હમીરભાઇ ભગીરથસિંહ તથા અન્ય અજાણ્યા શખ્સોને સમજાવતા ઈસમોએ ફરિયાદીને ગાળો આપી જાહેરમા જાતિ પ્રત્યે હળધુત કરી હમીરભાઇને ગાળો આપી બોલાચાલી કરી લોખંડનો પાઇપ પેટના તથા વાસાના ભાગે મારી મુંઢ ઇજા કરી તથા માથાના તથા ગળાના ભાગે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી તેમજ હમીરભાઇને ભગીરથસિંહ ચુડાસમાએ ડાબા હાથમા છરીથી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!