Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં પરપ્રાંતીય શ્રમિક પર છરી વડે હુમલો:સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં...

મોરબીમાં પરપ્રાંતીય શ્રમિક પર છરી વડે હુમલો:સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો

મોરબી તાલુકાના બેલા રોડ પર ફ્યુઝન સિરામીક કંપનીમાં કામ કરતા શ્રમિક પર કોઈ ઈસમે છરી વડે હુમલો કરી ને હત્યા નીપજવવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ મોરબીના બેલા રોડ પર ફ્યુંઝન સિરામીક કંપની માં કામ કરતા મૂળ એમ.પી.ના રહેવાસી અમરીશ નારાયણભાઈ સરકાર નામનો ૨૩ વર્ષિય યુવક આજે સવારે લઘુશંકા કરવા માટે કારખાના બહાર ગયો હતો થોડી વાર બાદ યુવક ગંભીર ઈજાગ્રસ્ત લોહી નીતરતી હાલતમાં કારખાનામાં પરત ફર્યો હતો અને કોઈ એ છરી વડે હુમલો કર્યાનુ જણાવ્યું હતું પરંતુ વધુ વાત કરે તે પહેલા જ યુવકની હાલત અતિ ગંભીર બની જતા તેને મોરબી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું અને સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.જેને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ વાળા સહિતના સ્ટાફે તાબડતોબ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચી ને હત્યા કોને કરી અને શા માટે કરી તે અંગે આગળની તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!