વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં રોકાઇને વિવિધ જગ્યાઓની મુલાકાત લેશે તેમજ કરોડો રૂપિયાના વિકાસના લોકાર્પણના કાર્યક્રમ યોજી લોકોને સંબોધન કરશે. ત્યારે દિવસ દરમિયાન વડાપ્રધાનના સંપૂર્ણ કાર્યક્રમની મિનિટો મિનિટ કાર્યક્રમની માહિતી અહી મેળવો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ વિવિધ વિસ્તારમાં પ્રવાસ કરશે. ત્યારે અહીં જાણો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કયા કયા વિસ્તારમાં પ્રવાસ કરશે અને લોકાર્પણના કાર્યક્રમો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૪/૦૨/૨૦૨૪ના રોજ રાત્રે વારાસણી થી ગુજરાત આવવા માટે નીકળશે. જ્યારે ૦૯:૧૦ કલાકે જામનગરમાં આગમન થશે. ત્યાર બાદ રાત્રિ રોકાણ વડાપ્રધાન જામનગરમાં કરશે. જ્યારે ૨૫ તારીખના રોજ સવારે ૦૭:૩૫ કલાકે બેટ દ્વારકા આગમન થશે, ૦૭:૪૫ કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે, ૦૮:૨૫ વાગ્યે સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે, ૦૯:૩૦ વાગ્યે દ્વારકાધીશના મંદિરે દર્શન કરશે, ૧૨:૧૫ કલાકે ખાત મુહુર્ત, લોકાર્પણ અને સંબોધન કરશે, ત્યાર બાદ ૦૩:૩૦ કલાકે રાજકોટ AIIMS હોસ્પિટલની મુલાકાત લેશે, ૪:૪૫ વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે અને રાત્રે ૦૮:૦૦ વાગ્યે રાજકોટથી દિલ્લી જવા રવાના થશે.