સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. જેમા માત્ર ગણિત-વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજી, હિંદી, સામાજીક વિજ્ઞાન, જનરલ અવેરનેસ તેમજ પર્યાવરણના જતન જેવા અનેક વિષય પર પ્રી-સ્કુલ ના ૩ થી ૪ વર્ષ ના બાળકો થી લઈને ધોરણ 1 થી 8 સુધીના વિધ્યાર્થીઓ દ્વારા ૧૦૦ થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામા આવ્યા. તેમજ 1500 થી 2000 જેટલા વાલીઓ અને લોકો દ્વારા મુલાકાત પણ લેવામા આવી. જેમા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ તથા કિડ્ઝી પ્રી-સ્કુલ મોરબી દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણનુ જતન અને બાળકોની નોલેજ અને સ્કીલને પ્રોત્સાહન આપવાનો એક અનેરો પ્રયત્ન કરવામા આવ્યો હતો.