Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાં સર્વધર્મની બાળાઓના હસ્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાને ખુલ્લો મુકાયો

મોરબીમાં સર્વધર્મની બાળાઓના હસ્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાને ખુલ્લો મુકાયો

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં  જન્માષ્ટમી નિમિતે રંગીલા મોરબીવાસીઓ માટે વિનામૂલ્યે એન્ટ્રી સાથે આજથી લોકમેળાનો પ્રારંભ, દરરોજની દેશભક્તિને અનુરૂપ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો વિનામૂલ્યે એન્ટ્રી સાથે ભવ્ય ગ્રાઉન્ડમાં તમામ વ્યવસ્થા સાથે મોકળા મને જન્માષ્ટમીનો મેળો માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપી તમામ વર્ગના લોકો હળીમળીને મેળાની મનભરીને મોજ લૂંટી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ બાયપાસ રોડ પર જૂના અને જાણીતાં ક્રિષ્ના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં સર્વધર્મની બાળાઓ અને સફાઈ કર્મચારીઓના હસ્તે આ વિનામૂલ્યે એન્ટ્રી સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

મોરબીવાસીઓ માટે સકારાત્મક લોક ઉપયોગી કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામા જૂના અને જાણીતા ક્રિષ્ના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં સર્વધર્મની બાળાઓ અને સફાઈ કર્મચારીઓની દીકરીઓના હસ્તે આ વિનામૂલ્યે એન્ટ્રી સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન મોરબીવાસીઓ પૂરતી સુરક્ષા સાથે આ ક્રિષ્ના લોકમેળાને મનભરીને માણી શકશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપનો લોકમેળા એકદમ જાહેર લોકમેળા છે. આ લોક મેળામાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી રાખવામાં આવી નથી. મેળામાં જે પણ રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતની તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે.દરરોજની દેશભક્તિને અનુરૂપ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દરરોજ આનાથ આશ્રમની બાળાઓ, વૃદ્ધાશ્રમના વડીલો તેમજ ઝૂંપટપટ્ટીના બાળકો સહિતના લોકોને વિનામૂલ્યે એક દિવસ મેળામાં મોજ માણવા લઈ આવવામાં આવશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!