Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા(મી)ના કુંભારીયા ગામે ઉત્તરાયણમાં પતંગની બદલે બે પરિવારો વચ્ચે ધોકા ઉડ્યા:સામસામી ફરિયાદ...

માળીયા(મી)ના કુંભારીયા ગામે ઉત્તરાયણમાં પતંગની બદલે બે પરિવારો વચ્ચે ધોકા ઉડ્યા:સામસામી ફરિયાદ નોંધાઈ

ધાબે સ્પીકર ધીમું વગાડવા બાબતે કુટુંબિક ભાઈઓ બાખડ્યા સામસામી ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના કુંભારીયા ગામે ઉત્તરાયણના દિવસે ધાબે પતંગ ઉડાડતી વેળા સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો કરવા બાબતે કુટુંબિક ભાઈઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મોડીરાત્રીના ધોકા વડે મારામારી થઇ હતી. મારામારીના બનાવમાં બંને પક્ષનાઓને માથામાં તથા શરીરે નાના મોટી ઈજાઓ તથા મૂંઢ ઈજાઓ થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. બનાવ બાબતે બંને પક્ષ તરફે માળીયા(મી) પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે પ્રદીપભાઈ લખમણભાઈ બાબરીયા ઉવ-૬૨ એ આરોપીઓ વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા, ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા તથા સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા રહે-બધા કુંભારીયા ગામ તા-માળીયા મીં. જી.મોરબી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ કે આરોપી વિપુલભાઈ ભરતભાઈને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઘીમો કરવા બાબતે કહેતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી આરોપી પિતા-પુત્ર રણછોડભાઈના ઘર પાસે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા આવતા રણછોડભાઇએ અને તેના ઘરે આવેલ મહેમાને ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપી વિપુલભાઈએ ઉશ્કેરાઈ જઈ રણછોડભાઈને ત્યાં આવેલ મહેમાન સિંકદરભાઈને તથા રણછોડભાઈને લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા તેવામા આરોપી જયંતીભાઈ બાબરીયા તથા સંજયભાઈ બાબરીયા લાકડાના ધોકા લઈ આવી રણછોડભાઈ તથા સિકંદરભાઈને જેમ ફાવે તેમ માથાના ભાગે ધોકા મારી માથાના ભાગે ટાંકા જેવી ઈજાઓ પહોંચાડી આરોપી પિતા-પુત્રએ જતા જતા રણછોડભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે રણછોડભાઈની ફરિયાદને આધારે આરોપી વિપુલ ભરતભાઈ બાબરીયાની અટક કરી આગળની તપાસ શરૂ કરી છે.

જયારે સામાપક્ષે કુંભારીયા ગામે રહેતા ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા ઉવ.૪૨ એ આરોપી પ્રદિપ લખમણભાઈ બાબરીયા, રવિભાઈ પ્રદિપભાઈ બાબરીયા, વિક્રમભાઈ પ્રેમજીભાઈ પંચાસરા રહે-બધા કુંભારીયા તથા સિંકદરભાઈ રહે.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ કે ભરતભાઇના દીકરા વિપુલભાઈને આરોપી પ્રદીપભાઈએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા બાબતે કહેતા ભરતભાઇના દીકરા વિપુલ સાથે પ્રદીપભાઈને સામાન્ય બોલાચાલી થતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી આરોપી પ્રદીપભાઈ તથા સિકંદરભાઈ લાકડાના ધોકા લઈ આવી ભરતભાઈ તથા વિપુલભાઈને ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા લાગતા ભરતભાઈએ તેમજ તેના દીકરા વિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને તથા તેમના દીકરાને તેમજ તેમના ભાઈ જયંતીભાઈને લાકડાના ધોકા વડે માથામાં અને શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી ભરતભાઈ તથા વિપુલને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામા એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ મામલે માળીયા(મી) પોલીસે બંને પક્ષ ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!