કચ્છ એસીબી ડીવાયએસપી કૃષ્ણકુમાર સિંહ ગોહિલની કામગીરીની ઉચ્ચ કક્ષા એ નોંધ લેવામાં આવી છે જેને લઇને મુખ્યમંત્રી ના હસ્તે અને ગૃહરાજ્યમંત્રી ની ઉપસ્થિતિમાં તેઓનું અભિવાદન કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૪ દરમિયાન અનેક ભ્રષ્ટાચારીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલી દેનાર અને વર્ષ દરમિયાન દાખલ થયેલ કેસો પૈકી સૌથી વધુ કેસોમાં સુપરવિઝન કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કચ્છ એસીબી ડીવાયએસપી અને રાજકોટ વિભાગના ઇન્ચાર્જ એસિબી ડીવાયએસપી કૃષ્ણ કુમાર સિંહ ગોહિલ (K.H.GOHIL) ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અભિવાદન કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.