Monday, December 23, 2024
HomeGujaratકચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનુ આવતીકાલે મોરબી ખાતે સ્વાગત સન્માન કરાશે

કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનુ આવતીકાલે મોરબી ખાતે સ્વાગત સન્માન કરાશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી બેઠક માટે વિનોદ ચાવડાના નામની જાહેરાત કરાઈ છે. વિનોદ ચાવડા મોરબી ખાતે પધારતા હોય જેને લઇને મોરબી માળીયા મીયાણા વિધાનસભા પરિવાર દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત – સન્માન, બાઈક કાર રેલી અને કાર્યકર્તા સંમેલન યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ મોરબી લોકસભાના વર્તમાન સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭-૪-૨૦૨૪ ગુરુવારને સાંજે ૫:૦૦ વાગે સ્વામિનારાયણ મંદિર જીઆઇડીસી સનાળા રોડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જ બાઈક કાર રેલી દ્વારા મોરબીની મુખ્ય બજારોમાં રોડ શો યોજવામાં આવશે. અને રસ્તામાં આવતા જિલ્લા ભાજપ કાર્યાલય પર દીપપ્રજજલન બાદ ઉમા ટાઉનશીપ ખાતે કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓને જોડાવા માટે સમસ્ત મોરબી માળિયા વિધાનસભા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!