સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તાજેતરની અતિવૃષ્ટિના પગલે કચ્છ મોરબી સાંસદ દ્વારા માળિયા તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનો સાથે માળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરી વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ભાજપના સ્થાનિક આગેવાનો સાથે માળીયા શહેર ને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કરી વાસ્તવિક પરિસ્થિતિ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મુલાકાત દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓ સાથે શહેરમાં જનજીવનને સ્થિર કરવા વિજળી, પાણી, રોડ-રસ્તા, આરોગ્ય લક્ષી સેવાઓ, સફાઈ, પશુઓ માટે ઘાસ, કેશડોલ્સ, ખેડુતો માટેના સર્વે જેવી વિવિધ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં.તેમજ સાંસદ વિનોદ ચાવડાની સાથે મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, માળિયા તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા દ્વારા માળીયા મિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ જાણી