સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સડક પરિવહન, ધોરીમાર્ગ અને રેલ્વેને લગતા કચ્છના પ્રશ્નોની ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીની મુલાકાત લઈ રજુઆત કરવામાં આવી હતી
સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીની મુલાકાત લઈ કચ્છ મોરબીના રેલ્વે તથા રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર લેખિત મૌખીક રજુઆતો કરી હતી. જેમાં તેઓ દ્વારા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઈ તેમને કચ્છ થી મુંબઇ તરફ જતી ટ્રેનોને ભચાઉ સ્ટોપેજ, કચ્છ – સૌરાષ્ટ્ર ને જોડતી ટ્રેન સેવા, ભુજ – રોહીલા (દિલ્હી) ટ્રેન ને હરિદ્વાર સુધી લંબાવવા, મુંબઇ તરફ જતી ટ્રેનો વાયા મોરબી કરવા,અંજાર સ્ટેશન B ગ્રેડ બનતા તેના અપગ્રેડેશન કરવા તથા સ્ટોપેજ, સૌરાષ્ટ્ર થી મુંબઇ જતી ટ્રેનો ને વાંકાનેર સ્ટોપેજ તથા ભુજ – અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો દોડાવવા રજૂઆત કરી હતી. જ્યારે સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીની મુલાકાત લઈ તેમને સુરજબારી – સામખીયારી ટોલ ટેક્ષ, કંડલા – નવલખી કોસ્ટલ હાઇવે, બાલાસર હાઇવે બાયપાસ, ભીમાસર – ધર્મશાળા રોડ શેખપીર થી પાલારા, જેલ – ભુજ સુધી બાયપાસ, સામખીયારી – માળીયા સિક્ષ લેન, ઘડૂલી – સાંતલપુર રોડ તથા હળવદ – ટીકર – પલાંસવા રોડ ફોર લેન બનાવવા બાબતે રજૂઆત કરી હતી.
કચ્છ ખાણ ખનીજ, ઇન્ડસ્ટ્રીયો – અને પ્રવાસ ક્ષેત્ર ધરાવતું વિશાલ ક્ષેત્રવાળો જીલ્લો છે. લાખો લોકો દેશના વિવિધ પ્રાંતોમાંથી રોજગાર ધંધા માટે આવન – જાવન કરે છે. યાત્રિકોને પુરતી સુવિધા મળે અને સમય અને પૈસાની બચત થાય માટે ફાસ્ટ, સુપર ફાસ્ટ અને વંન્દે ભારત જેવી ટ્રેનોની સુવિધા મળે, તેવી જ રીતે હીરા ઉધોગ, સિરામીક ઉધોગના હબ ગણાતા મોરબીને પણ કચ્છ – સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી રેલ સેવા સુવિધા મળે માટે કચ્છ – મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકસભાના બજેટ સત્ર દરમ્યાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી લેખિત અને મૌખીક રજુઆતો કરી હતી. ભુજ અમદાવાદ વચ્ચે વદે મેટ્રો ટ્રેન ભુજ – રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા માટે રેલ મંત્રીએ સમંતી દર્શાવી હતી. ભુજ – અમદાવાદ મેટ્રો દેશમાં પ્રથમ હશે. રેલ્વે મંત્રી રજુઆતોની નોંધ લઇ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મુલાકાત કરી કચ્છના રોડ – રસ્તા હાઇવે અને રાજમાર્ગને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ હતું કે, કચ્છ થી માળીયા – મોરબી નેશનલ હાઇવે ખુબજ ટ્રાફીક અને ભારે વાહનોના આવન – જાવન થી કાયમ ટ્રાફીક જામ ની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા, સુરજબારી અને સામખીયાળી વચ્ચે નો રસ્તો ૩૦ કિમી નો છે. અને બે ટોલ ટેક્ષ આવે છે. બે ટોલ ટેક્ષ વચ્ચેનું અંતર ૬૦ કિમી થી વધુ હોવું જોઇયે માટે એક ટોલ ટેક્ષ બંધ કરવાની રજુઆત કરી હતી. રાપર તાલુકાનાં બાલાસર ગામ વચ્ચે થી જતો નેશનલ હાઇવે બાયપાસ કરવા, કંડલા થી નવલખી વાયા માળીયા સમુદ્ર સેતુ રોડ (કોસ્ટલ હાઇવે) બને તો કિલો મીટર પણ ઘટે, બંદરો ના વિકાસમાં ખુબજ ઉપયોગી માર્ગ બની શકે, ભુજ – ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થતો હોઇ શેખપીર થી પાલારા જેલ સુંધી બાયપાસ બનાવવા, હળવદ – ટીકર – પલાંસવા રોડ ફોરલેન બનાવવા, રોડ બનાવવા વગ વિભાગની મંજુરી મળે, પ્રવાસન વિભાગ ને વેગ આપતો ઘડૂલી – સાંતલપુર રોડ ના અધુરા કામો પુર્ણ કરવાની રજુઆતો કરેલ છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીશ્રી નિતિન ગડકરીજી એ બધી જ રજુઆતો ની નોંધ કરી વહેલી તકે પ્રશ્નો નું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદે જણાવ્યુ હતું