ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજ્યની પાલિકા અને નગરપાલિકા ખાતે તમામ પક્ષો પોતપોતાનું જોર અજમાવી રહ્યા છે. ત્યારે હવે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બીજેપીના સ્ટાર પ્રચારક તરીકે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વિનોદભાઈ ચાવડાની સ્ટાર પ્રચારક તરીકે પસંગી થતાં છે તરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.