આગામી 19મી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. જેમાં બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને જીવનભર તેની રક્ષા કરવા માટે ભાઈ પાસે સંકલ્પ લેવડાવે છે. દેશની રક્ષા કરવા માટે 24 કલાક બોર્ડર પર તહેનાત સૈનિકો પણ રક્ષાબંધન ઉજવે તે માટે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સરહદના જવાનોને રક્ષા સ્વરૂપ રાખડી બાધવા સાંસદ, લોક પ્રતિનિધીઓ અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ હાઈસ્કુલ, ગામ બીદડા, તા.માંડવી ની વિધાર્થીનીઓ તથા અન્ય વિવિધ સંસ્થાઓની બહેનો સરહદના સંત્રીઓને રાખડી બાંધી વતનથી દુર આપણી અને માં ભોમની રક્ષા કરતા વિર જવાનોને પ્રેમ અને આશિષ આપશે. દર વર્ષની જેમ રક્ષા બંધન તહેવારની વિવિધ સરહદી ચેક પોસ્ટ ઉપર ઉજવણી કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી આ વખતે અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરીયામાં સેવા આપતા જવાનોને રાખડી બાંધી મીઠું મોઢું કરાવીને ઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે.