રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની 68 નગરપાલિકા પર મતદાન થયું હતું. આ તમામ 68 નગરપાલિકાનુ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ ગયું છે. તેમાથી મોટાભાગની નગરપાલિકાઓ ભાજપના કબજામાં રહી છે. ત્યારે રાપર-ભચાઉ નગરપાલિકા અને તાલુકાં પંચાયતોની ૩ સીટ પર વિજય થતા સાંસદ વિનોદ ચાવડા દ્વારા જીતને વધાવી હતી.
કચ્છ-સૌરાષ્ટ્રમાં નગરપાલિકાઓ અને પેટા ચુંટણીઓમાં ભા.જ.પ નો ભવ્ય વિજયને આવકરતા કચ્છનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય વિજય કેન્દ્ર અને ગુજરાત સરકારની સ્પષ્ટ નિતી અને નિર્ણાયક સરકારમાં જનતા જનાર્દનનો વિશ્વાસ છે. ભા.જ.પ માં વ્યક્ત થયો છે. કચ્છની રાપર-ભચાઉ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩ સીટની પેટા ચુંટણીમાં ભાજપનો વિજય થયેલ છે. ગુજરાત-કચ્છની જનતા જનાર્દન વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાજી, ગુજરાતનાં લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ભાજપના ધારાસભ્યો, સંગઠનનાં કાર્યકર્તા સૌ ને આ ભવ્ય જીતનાં અભિનંદન પાઠવું છુ. તેમ સાંસદએ જણાવ્યું હતું.