Saturday, March 28, 2026
HomeGujaratમોરબી: વજેપરમાં રહેણાંકમાં દેશી દારૂના અડ્ડા ઉપર રેડ: બે મહિલા સહિત સાત...

મોરબી: વજેપરમાં રહેણાંકમાં દેશી દારૂના અડ્ડા ઉપર રેડ: બે મહિલા સહિત સાત ની અટક, એક ફરાર:પોલીસથી બચવા મહિલાએ.આત્મહત્યાની ચીમકી આપી

દારૂ વેચાણ માટે રાખેલ ત્રણ માણસો, દારૂ પીવા આવેલ નશામાં ધૂત બે ઈસમો સહિત સાત ઝબ્બે.

- Advertisement -
- Advertisement -

પોલીસે દારૂ, જીવલેણ હથિયારો અને ૬ મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપી મહિલાઓએ પોલીસને ધમકી આપી.

મોરબીના વજેપર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલ બાતમીને આધારે રહેણાંકમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડી બે મહિલા સહિત ૭ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે રેડ દરમિયાન ઘરમાંથી દેશી દારૂ, જીવલેણ હથિયારો અને ૬ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી મહિલાઓએ પોલીસ કાર્યવાહી દરમિયાન વિરોધ કરી કેસ કર્યો તો દવા પી પોલીસને ધંધે લગાડવાની ધમકીઓ આપી કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, વજેપર શેરી નં.૨૪માં બુટલેગર સુરેશભાઈ ઉર્ફે સુડો લક્ષ્મણભાઇ થરેશા તેની પત્ની અને દીકરી પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે. જે મુજબની મકેલ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન મકાનમાંથી ૨૪ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ ઉપરાંત હોકી સ્ટીકમાં તલવાર, ધારીયું અને લોખંડની ટામી જેવા જીવલેણ હથિયારો પણ મળી આવ્યા હતા. જેથી ઘરમાં હાજર આરોપીઓમાં મનીષાબેન સુરેશભાઈ થરેસા ઉવ.૪૫ રહે. વજેઓર શેરી નં.૨૪, પ્રિતીબેન હિતેશભાઈ આજોલા ઉવ.૨૫ રહે. મોરબી તથા દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી ઉવ.૨૪ રહે. વજેઓર શેરી નં.૨૪, કલસિંગ અમરભાઈ ખડીયા રહે.વજેપર મૂળ મધ્યપ્રદેશ, હરીસિંગ સંગ્રામસિંગ લુહાર રહે. વાઘપરા સત્યનારાયણ એપાર્ટમેન્ટમાં મોરબી મૂળ નેપાળ દેશ. તથા મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉવ.૪૨ રહે.૪૦૪ ઓમ રેસિડેન્સી સામાકાંઠે મોરબી અને આરોપી આનંદભાઈ ડાયાભાઈ સોરઠીયા રહે. મુનનગર ચોક શેરી નં. ૩/૪ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ ૬ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.રેઇડ દરમિયાન મુખ્ય આરોપી સુરેશભાઈ થરેશા હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો.

તપાસમાં દરમિયાન બુટલેગર પોતાના પરિવાર સાથે દેશી દારૂનું વેચાણ કરતા, જ્યારે અન્ય ત્રણ માણસો પાસે દારૂનું વેચાણ કરાવતો અને જ્યારે બે ઈસમો દારૂ પીવા આવેલા જેમની નશો કરેલ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી મહિલાઓએ પોલીસને ધમકી આપતા કહ્યું હતું કે કેસ કરવામાં આવશે તો તેઓ દવા પી આત્મહત્યા કરી દેશે અને પોલીસને ફસાવશે. હાલ આ મામલે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!