L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આજ રોજ હળવદમાં ટી.બી.ના જરૂરિયાતમંદ 20 દર્દીઓને પૌષ્ટિક રાશનની કીટનું વિતરણ કરવામાં આવયું છે. L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા છેલ્લા 6 મહિનાથી દર મહિને આ કીટ વિતરણની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હળવદ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટી.બી.ના 20 જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ છેલ્લા 6 મહિનાથી દર મહિને વિતરણ કરવામાં આવે છે. જેથી ટી.બી.ના દર્દીઓ દવાની સાથે પૌષ્ટિક આહાર લઈ શકે તેવા શુભ ઉદેશ્યથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આ કીટ વિતરણ પછી દર્દીઓ પૌષ્ટિક આહાર અને દવા લેવાથી 5 થી 8 કિલો સુધી વજનમાં પણ વધારો થયો છે.
આ કીટ વિતરણ હજુ આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે. જેથી ટી.બી.ના દર્દીઓને જરૂરી પોષણ યુક્ત આહાર મળી રહેશે. જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થશે. ત્યારે L.S GOHIL મેમોરિયલ ફાઉન્ડેશનના ગટોરભાઈ ગોહિલ અને તેમની ટીમનો આ ભગીરથ કાર્ય બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચિંતન દોશી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે સહિતનાઓએ આભાર પ્રગટ કર્યો હતો.