મોરબીના નવલખી પોર્ટ પરની ખાનગી કંપની વિરુદ્ધ મનાઈ હુકમ માટે કરવામાં આવેલ ૩૩ અરજીઓ કોર્ટે નામંજૂર કરી
મોરબીના નવલખી પોર્ટ પર કોન્ટ્રાક્ટ ધરાવતી USL નામની ખાનગી કંપની વિરુદ્ધ મનાઈ હુકમ માટે જુદા જુદા અરજદાર મારફત ૩૩ અરજીઓ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં ૪૮ જેટલા વધારાના કામદારોને યુનાઇટેડ શિપિંગ કંપની દ્વારા મજદૂર કાયદા અંતર્ગત તમામ હકો ફાળવી અને છુટા કરી દેવામાં આવ્યા હતા જેમાં કાસમ કરીમ સોઢા સહિત કુલ ૩૩ વ્યક્તિઓએ તેઓને રિકવરીની રકમ માટે અરજી કરી હતી અને સાથે જ તેઓને છુટા ન કરવા તેવો કાયમી મનાઈ હુકમ માટે અરજીઓ રાજકોટ મજદૂર કોર્ટ માં કરી હતી હતી આ અરજીની સુનવણી કોર્ટ દ્વારા ઓનલાઇન કરાઈ હતી જેમાં યુનાઇટેડ શિપર્સના વકીલ દ્વારા કરાયેલી રજુઆત દલીલો અને જજમેન્ટ તેમજ પુરવાઓના આધારે મજદૂર કોર્ટના મેજિસ્ટ્રેટ એ.એન.તલસાણીયાની કોર્ટે આ તમામ મુદાઓને અને થયેલા કોન્ટ્રાક્ટને ઘ્યાનમાં રાખી યુનાઇટેડ શીપર્સ વિરુદ્ધ કાયમી કરવા માટે અમે ન છુટા કરવા માટે મનાઈ હુકમ ફરમાવવા કરાયેલી તમામ ૩૩ અરજીઓ નામંજૂર કરી અને રદ કરી હતી અને યુનાઇટેડ શીપર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો આ કેસમાં ધારાશાત્રી જલ્પા વૈષ્ણવ અને જયેશ પરમાર રોકાયા હતા.